Dr. BabaSaheb Ambedkar Open University

'Jyotirmay' Parisar, Dr. Babasaheb Ambedkar Open University Marg, Sarkhej-Gandhinagar Highway, Chharodi, Ahmedabad - 382481.
Email : feedback@baou.edu.in,   Toll Free No. : 1800 233 1020

Online Exam Form ભરવા અંગે અગત્યની સૂચનાઓ

(Revised)





ડિસેમ્બર-૨૦૧૯ ની પરીક્ષાનું ફોર્મ ભરવાની અગત્યની તારીખો

પરીક્ષા ફી ની વિગત

વિદ્યાર્થી દ્વારા અભ્યાસકેન્દ્ર પર

ફોર્મ જમા કરાવવાની તારીખ

અભ્યાસકેન્દ્રો દ્વારા

પરીક્ષા વિભાગ, યુનિવર્સિટી ખાતે

જમા કરાવવાની અંતિમ તારીખ

વિના મૂલ્યે

09/10/2019 થી 08/11/2019

09/11/2019

રૂ.૨૦૦/- લેઇટ ફી સાથે

09/11/2019 થી 14/11/2019

15/11/2019

રૂ.૪૦૦/- લેઇટ ફી સાથે

15/11/2019 થી 20/11/2019

21/11/2019

રૂ.૧૦૦૦/- લેઇટ ફી સાથે

21/11/2019 થી 23/11/2019

24/11/2019

નોંધ:  Vocational Professional કોર્ષના રીપીટર વિદ્યાર્થીઓએ વિષય દીઠ પરીક્ષા ફી ભરવાની રહેશે  

તા.03/12/2019 ના રોજ સાંજે ૪:૦૦કલાક થી પરીક્ષાની હોલ ટીકીટ

યુનિવર્સીટીની વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકાશે.

            

ડિસેમ્બર-૨૦૧૯માં લેવાનાર સત્રાંત પરીક્ષા અંગેની અગત્યની સૂચનાઓ

1.      યુનિવર્સિટી દ્વારા ચાલતા વિવિધ અભ્યાસક્રમોની ડિસેમ્બર - ૨૦૧૯ સત્રાંત પરીક્ષા તા. ૨૩/૧૨/૨૦૧૯ થી શરુ થનાર છે.

2.      જાન્યુઆરી-૨૦૧૯ માં બી.એ. તેમજ બી.કોમ.માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓએ નવા અભ્યાસક્રમ પ્રમાણેની પરીક્ષા આપવાની રહેશે જેનું સમયપત્રક અલગ રહેશે.

3.      પરીક્ષા ફોર્મ તા.09/10/2019 ના રોજથી યુનિવર્સીટીની વેબસાઈટ પરથી પરીક્ષાર્થી પોતાના એનરોલ્મેન્ટ નંબર દ્વારા યુનિવર્સિટીની વેબસાઇટ www.online.baou.edu.in/exam પરથી ઓનલાઈન મોડથી જ ભરી શકશે.

4.      નવા પ્રવેશાર્થી, જુના વિદ્યાર્થી કે રીપીટર વિદ્યાર્થી - દરેક પરીક્ષાર્થીએ પરીક્ષા આપવા માટે પરીક્ષા ફોર્મ ભરવું ફરજીયાત છે.

5.      વિદ્યાર્થીએ નિર્ધારિત પરીક્ષા ફી/લેઇટ ફી ઓનલાઈન માધ્યમથી જ ઈન્ટરનેટ બેંકિંગ, Debit Card, Credit Card, PoS, BHIM App, ઈ-ચલણ, દ્વારા જ ભરી શકાશે.

6.  વિદ્યાર્થીએ પરીક્ષા ફોર્મ સાથે પરીક્ષા ફી/લેઇટ ફી કેશ (રોકડ), ચેક અથવા ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા જમા કરાવવી નહી આવા પરીક્ષા ફોર્મ કોઈપણ સંજોગોમાં યુનિવર્સિટી દ્વારા સ્વીકારવામાં આવશે નહી અને પરીક્ષાફોર્મ રદ ગણવામાં આવશે તેમજ વિદ્યાર્થી પરીક્ષામાં બેસી શકશે નહી.

7.   સંપૂર્ણ અને સાચી વિગતો સાથે ભરેલ પરીક્ષા ફોર્મ ઓનલાઈન સબમીટ કર્યા બાદ તેજ ફોર્મની હાર્ડ કોપી (ઈ-પ્રિન્ટ) પરીક્ષાર્થીએ પોતાની સહી કરી સાથે નિર્ધારિત પરીક્ષા ફી/લેઇટ  ફી ભર્યાની રીસીપ્ટ જોડી નિયત તારીખ પહેલા અભ્યાસ કેન્દ્ર પર જમા કરાવવાનું રહેશે..

8.   કેન્દ્ર સંયોજકશ્રીઓએ પરીક્ષાર્થીઓ દ્વારા જમા કરાવેલ પરીક્ષા ફોર્મ સહી-સિક્કા કરી સાથે નિર્ધારિત પરીક્ષા ફી /લેઇટ ફી ભર્યાની રીસીપ્ટ જોડી ફોર્મ જમા કરાવવાની નિયત તારીખ મુજબ પરીક્ષા વિભાગ, યુનિવર્સિટી ખાતે રૂબરૂ જમા કરાવવાના રહેશે. યુનિવર્સિટી ખાતે પરીક્ષા ફોર્મ જમા કરાવવા આવનાર અભ્યાસ કેન્દ્રનાં પ્રતિનિધિને યુનિવર્સિટી દવારા નિયમાનુસાર  બસ/રીક્ષા ભાડું ચુકવવામાં આવશે.

    9.      નિયત સમય મર્યાદા પહેલાં પરીક્ષા આપી શકાશે નહિ. દા.ત.

  1.                                      I. જો બી. .એ., બી.કોમ.,બ્લીસ, એમ.એ. તથા ડીપ્લોમા અભ્યાસક્રમોનાં વિદ્યાર્થીનું એડમીશન ડિસેમ્બર  ૨૦૧૮ માં થયું હોય તો FY ની પરીક્ષા ડિસેમ્બર– ૨૦૧૯માં આપી શકે.  

                                        II.  આજ રીતે, બી.એ., બી.કોમ. તથા એમ.એ. અભ્યાસક્રમોનાં SYનાં વિદ્યાર્થીઓ તેમના SYનાં એડમીશનનાં એક વર્ષ બાદ SYની તથા બી.એ., બી.કોમ. અભ્યાસક્રમોનાં TYનાં વિદ્યાર્થીઓ તેમના TYનાં એડમીશનનાં એક વર્ષ બાદ TYની પરીક્ષા આપી શકશે.  

                                         III. પરંતુ, જો FY, SY કે TYના વિદ્યાર્થીઓએ તેમના જે-તે વર્ષના એડમીશનના એક વર્ષ બાદ પરીક્ષા આપી હોય અને ફેઈલ થયા હોય, તો તેઓ તે વર્ષની ફેઈલ થયેલા વિષયોની પરીક્ષા હવે પછી લેવાનાર સત્રાંત પરીક્ષા દરમ્યાન આપી શકશે. દા.ત. જુલાઈ–૨૦૧૮ ના પ્રવેશાર્થી જુલાઈ – ૨૦૧૯ ની સત્રાંત પરીક્ષા આપી શકશે. પરંતુ જો તેઓ આ પરીક્ષા દરમ્યાન ફેઈલ થયા હોય, તો ફેઈલ થયેલા વિષયોની ડિસેમ્બર – ૨૦૧૯માં લેવાનાર સત્રાંત પરીક્ષા આપી શકશે.

                                        IV. માત્ર સર્ટીફીકેટ અભ્યાસક્રમનાં વિદ્યાર્થીઓ પ્રવેશના ૬ મહિના પછી પરીક્ષા આપી શકશે. જેમ કે જુલાઈ – ૨૦૧૯માં સર્ટીફીકેટ અભ્યાસક્રમમાં પ્રવેશ લીધો હોય, તો પરીક્ષાર્થી ડિસેમ્બર – ૨૦૧૯માં પરીક્ષા આપી શકે..

10.   પરીક્ષામાં ગેરરીતિની સજા થયેલ હોય, તે વિદ્યાર્થી સજાનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ જ પરીક્ષા આપી શકશે. દા.ત.

                                      I.  જુલાઈ - ૨૦૧૮ ની પરીક્ષા દરમ્યાન ગેરરીતિ નિમિત્તે એક વર્ષની સજા થયેલ વિદ્યાર્થી જુલાઈ -૨૦૧૯માં પરીક્ષા આપી શકશે. તથા,

                                     II.  જુલાઈ - ૨૦૧૭ ની પરીક્ષા દરમ્યાન ગેરરીતિ નિમિત્તે બે વર્ષની સજા થયેલ વિદ્યાર્થી જુલાઈ  - ૨૦૧૯માં પરીક્ષા આપી શકશે.

                                     III.  જુલાઈ - ૨૦૧૭ ની પરીક્ષા દરમ્યાન ગેરરીતિ નિમિત્તે ત્રણ વર્ષની સજા થયેલ વિદ્યાર્થી જાન્યુઆરી – ૨૦૨૦ બાદ પરીક્ષા આપી શકશે.  

                                     IV.  જુલાઈ - ૨૦૧૯ ની પરીક્ષા દરમ્યાન ગેરરીતિના કેસ થયેલ વિદ્યાર્થી ડિસેમ્બર - ૨૦૧૯ માં પરીક્ષા ફોર્મ ભરી શકશે નહિ કે પરીક્ષા આપી શકશે નહિ.

11.   પરીક્ષા ફોર્મમાં પરીક્ષાર્થીએ પોતાનો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો ફરજીયાતપણે લગાવવાનો રહેશે

12.   વિદ્યાર્થીએ પરીક્ષા ફોર્મ ભરતી વખતે તેનો નોંધણી નંબર તથા અભ્યાસક્રમ અવશ્ય દર્શાવવાનો રહેશે. દા.ત. 811010104787B.A. વિદ્યાર્થીએ નોંધણી નંબર લખવામાં અચૂક કાળજી રાખવી. ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે “.”(ડોટ)પણ કરવું.

13.   અભ્યાસકેન્દ્ર સંચાલકોએ વિદ્યાર્થી ચોકસાઈપૂર્વક સાચી માહિતી ભરે અને પરીક્ષા ફોર્મ તથા પરીક્ષા ફોર્મ જમા કરાવ્યાની પહોંચમાં આપના કેન્દ્રના સહી સિક્કા થાય તેની કાળજી રાખવી. ઉદાહરણ તરીકે વિદ્યાર્થીનો નોંધણી નંબર અને નામ, અભ્યાસક્રમ, પાઠ્યક્રમના કોડ અને નામ વગેરે માટે માર્ગદર્શન પૂરું પાડવું. અધૂરા અથવા ખોટી વિગતો વાળા પરીક્ષા ફોર્મ યુનિવર્સિટી દ્વારા માન્ય ગણશે નહિ તેની પરીક્ષાર્થી તથા કેન્દ્ર સંચાલકે કાળજી રાખવી.

14.   પરીક્ષા ફોર્મમાં અને પરીક્ષા ફોર્મ જમા કરાવ્યાની પહોંચમાં અભ્યાસ કેન્દ્રનાં સહી અને સિક્કા બંને હશે, તો જ પરીક્ષાર્થીનું ફોર્મ માન્ય ગણવામાં આવશે.

15.   પરીક્ષાર્થીએ પરીક્ષા ફોર્મ જમા કરાવ્યા બાદ પરીક્ષા ફોર્મ જમા કરાવ્યાની પહોંચ વિદ્યાર્થીએ કાળજીપૂર્વક સંભાળીને રાખવી.

16.   નિયત સમયમર્યાદામાં પરીક્ષા ફોર્મ ભરનાર વિદ્યાર્થીઓ વિના મૂલ્યે પોતાના અભ્યાસ કેન્દ્ર પર પરીક્ષા ફોર્મ જમા કરાવી શકે છે. પરીક્ષાર્થીએ વિના મૂલ્યે પરીક્ષા ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 08/11/2019 છે.

17.   યુનિવર્સિટી દ્વારા નિયત સમયમાં નિયત પરીક્ષા ફોર્મ ભરવાનો આગ્રહ રાખવામાં આવે છે. વિદ્યાર્થી જો નિયત સમય મર્યાદામાં પરીક્ષા ફોર્મ નહિ ભરે, તો લેઇટ ફી ભરવાની રહેશે.

18.   ફોર્મ જમા કરાવવાની નિયત મુદ્દત પછી તા. 09/11/2019 થી 14/11/2019 સુધી લેઇટ ફી તરીકે રૂપિયા ૨૦૦/- (અંકે રૂપિયા બસો પુરા) ભરીને, પરીક્ષાર્થીએ પરીક્ષા ફોર્મની હાર્ડ કોપી પોતાની સહી કરી નિયત તારીખ પહેલા અભ્યાસ કેન્દ્ર પર જમા કરાવવાનું રહેશે.

19.   તા.15/11/2019 થી 20/11/2019 સુધી લેઇટ ફી તરીકે રૂપિયા ૪૦૦/- (અંકે રૂપિયા ચારસો પુરા) ભરીને, પરીક્ષાર્થીએ પરીક્ષા ફોર્મની હાર્ડ કોપી પોતાની સહી કરી નિયત તારીખ પહેલા અભ્યાસ કેન્દ્ર પર જમા કરાવવાનું રહેશે.

20.   તા.21/11/2019 થી 23/11/2019 સુધી લેઇટ ફી તરીકે રૂપિયા ૧૦૦૦/- (અંકે રૂપિયા એક હજાર પુરા) ભરીને, પરીક્ષાર્થીએ પરીક્ષા ફોર્મની હાર્ડ કોપી પોતાની સહી કરી નિયત તારીખ પહેલા અભ્યાસ કેન્દ્ર પર જમા કરાવવાનું રહેશે.

21.   અગાઉ જણાવ્યા મુજબ કેન્દ્ર સંયોજકશ્રીઓએ પરીક્ષાર્થીઓ દ્વારા જમા કરાવેલ પરીક્ષા ફોર્મ સહી-સિક્કા કરી ફોર્મ જમા કરાવવાની નિયત તારીખબાદ બે દિવસમાં પરીક્ષા વિભાગ, યુનિવર્સિટી ખાતે રૂબરૂ જમા કરાવવાના રહેશે. યુનિવર્સિટી ખાતે પરીક્ષા ફોર્મ જમા કરાવવા આવનાર અભ્યાસ કેન્દ્રનાં પ્રતિનિધિને યુનિવર્સિટી દવારા નિયમાનુસાર બસ/રીક્ષા ભાડું ચુકવવામાં આવશે.   

22.   પરીક્ષા ફોર્મ એ વિદ્યાર્થીની કારકિર્દી સાથે જોડાયેલ ડોક્યુમેન્ટ હોવાથી પોસ્ટ/કુરિયર દ્વારા મોકલાયેલ પરીક્ષા ફોર્મની કોઈપણ જવાબદારી યુનિવર્સિટીની રહેશે નહી.  

23.   સંપૂર્ણ અને સાચી વિગતો અને પરીક્ષા ફી – લેઇટ ફી (તારીખ અનુસંધાને લાગુ પડે તે મુજબ) સાથે ઓનલાઈન ફાઈનલ સબમીટ કરેલ પરીક્ષા ફોર્મ પર ફોર્મ સબમીટ કર્યા તારીખ છપાયેલ હશે જે તારીખ આપે ફોર્મ સબમીટ કર્યા તારીખ ગણાશે અને તે મુજબ લેઇટ-ફી ગણવામાં આવશે.

24.   તા.23/11/2019  પછી કોઈ પણ વિદ્યાર્થીનું પરીક્ષા ફોર્મ સ્વીકારવામાં આવશે નહી તથા તેમની હોલ ટીકીટ (જે પરીક્ષા ખંડમાં બેસવા માટે ફરજીયાત છે), તે પણ ઉપલબ્ધ થશે નહિ, તેની વિદ્યાર્થીએ ખાસ નોંધ લેવી.

25.   તા.03/12/2019 થી તમામ અભ્યાસક્રમનાં વિદ્યાર્થીઓ યુનિવર્સિટીની વેબસાઈટ પરથી પોતાની હોલ ટીકીટ ડાઉનલોડ કરી શકશે અને એજ દિવસે દરેક અભ્યાસ કેન્દ્ર તથા પરીક્ષા કેન્દ્ર પરથી મળી શકશે. પરીક્ષા કેન્દ્રો પર બેઠક વ્યવસ્થાના આયોજન અર્થે તારીખ અને સેશન મુજબ વિદ્યાર્થીઓની સંખ્યા મુજબનું પત્રક તા.10/12/2019 નાં રોજ પરીક્ષા કેન્દ્રનાં ઈ-મેઈલ આઈડી પર મોકલવામાં આવશે.       

26.   પરીક્ષાર્થીએ પરીક્ષા આપતી વખતે પોતાની હોલ ટીકીટ તથા યુનિવર્સિટીનું આઇકાર્ડ ફરજીયાતપણે સાથે રાખવું અને પરીક્ષા દરમ્યાન હોલ ટીકીટમાં ખંડ નિરીક્ષકશ્રીની સહી અચૂકપણે કરાવવી.

27.   આઇકાર્ડ ન મળવાના સંજોગોમાં કે ખોવાઇ જવાના કિસ્સામાં જરૂરી કાર્યવાહી કરી પરીક્ષા પહેલા આઇકાર્ડ મેળવી લેવું તથા પરીક્ષા સમયે આઈ-કાર્ડ પોતાની પાસે રાખવું. 

28.   વિદ્યાર્થીએ યુનિવર્સિટી દ્વારા નક્કી કરેલ પરીક્ષા કેન્દ્રમાં અને Hall Ticket માં દર્શાવેલ પરીક્ષા કેન્દ્ર પરથી  જ પરીક્ષા આપવાની રહેશે અન્ય પરીક્ષા કેન્દ્ર પર આપેલ પરીક્ષા રદ કરવામાં આવશે.

29.   પરીક્ષાની Hall Ticketમાં પરીક્ષાર્થીને ફાળવેલ પરીક્ષા કેન્દ્ર, પૂરું નામ, નોંધણી નંબર, પાઠ્યક્રમો, પરીક્ષાની તારીખ અને સમય ની વિગતો સંપૂર્ણ અને સાચી દર્શાવેલ છે, તે ચેક કરી લેશો. પરીક્ષા ખંડમાં Hall ticketમાં ખંડ નિરીક્ષકશ્રીની અચૂકપણે સહી કરાવવાની રહેશે.

30.   પરીક્ષા ફોર્મ તેમજ Hall ticket માટેની કોઈ પણ અગવડ પડે તો exam.query@baou.edu.in પર ઈમેઈલ કરવાનો રહેશે.

31.   પરીક્ષાર્થીએ જે પાઠ્યક્રમોમાં નોંધણી કરાવી હોય તે જ પાઠ્યક્રમની પરીક્ષા આપી શકાશે.

32.   ઓનલાઈન પરીક્ષા ફોર્મ ભરતી વખતે માહિતી માર્ગદર્શક પુસ્તિકામાં દર્શાવ્યા મુજબ જ પાઠ્યક્રમ કોડ અને પાઠ્યક્રમના શીર્ષક સિલેક્ટ કરવાના રહેશે, જેની પૂરી કાળજી રાખવી.

33.   પરીક્ષાનું સમયપત્રક તથા હોલ ટીકીટ (Hall Ticket) યુનિવર્સિટીની વેબસાઈટ www.online.baou.edu.in/exam પર મૂકવામાં આવશે.

34.   ઉત્તરવહી અને પુરવણીમાં નિરીક્ષકની સહી ફરજિયાત હોવી જોઇએ અન્યથા ઉત્તરવહી કે પુરવણી માન્ય ગણાશે નહી.

 

Developed by Dhaval Banker,Nisarg Shah,VImal Patel