Dr. BabaSaheb Ambedkar Open University

''Jyotirmay' Parisar, Dr. Babasaheb Ambedkar Open University Marg, S.G.Highway, Chharodi, Ah'd - 382481.
Email : baou.admission@baou.edu.in,   Toll Free No. : 1800 233 1020, +91 2717 297170

Online Admission Form (B.Ed.) ભરવા અંગે અગત્યની સૂચનાઓ

  • E-PIN લેતાં પહેલાં, ઉમેદવારે પોતાની પ્રવેશ લાયકાત ચકાસી લેવી.
  • B.ED. અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા ઉમેદવારે સૌ પ્રથમ યુનિવર્સિટીની વેબસાઈટ www.baou.edu.in પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવા માટેની E-PIN મેળવવાની રહેશે. જેમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન માટેના યુઝરનેઈમ અને પાસવર્ડ મળશે. આ યુઝરનેઈમ-પાસવર્ડની મદદથી પ્રવેશાર્થીએ ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની વેબસાઈટ www.baou.edu.in પર આપેલ બી.એડ્. ઓનલાઈન એન્ટ્રન્સ ટેસ્ટ એપ્લીકેશન લીંક પર સૂચનાઓને અનુસરીને રજીસ્ટ્રેશન કરવું. અને ક્રમબદ્ધ સોપાનોમાં અરજીની કાર્યવાહી પૂરી કરવી. પ્રવેશાર્થીએ પ્રવેશફોર્મની એન્ટ્રી Mozilla બ્રાઉઝરમાં જ કરવાની રહેશે. રજીસ્ટ્રેશન શરૂ કરતા પહેલા શૈક્ષણિક લાયકાત માટેનાં તથા અન્ય જરૂરી તમામ Documents સ્કેન કરી યોગ્ય Sizeમાં સોફ્ટકોપીમાં સાથે રાખવા B.ED.માં Method-1 રાખવી હોય તે વિષયમાં જ Entrance Test આપવાની હોય છે તે નક્કી કરી રાખવું. પરીણિત બહેનોએ લગ્ન પછીના નામ અંગેની ગેઝેટની કોપી હોય, તો જ બદલાયેલ નામથી રજીસ્ટ્રેશન કરવું. જો તે ન હોય તો શૈક્ષણિક લાયકાત દર્શાવતી માર્કશીટમાં દર્શાવેલ નામથી જ રજીસ્ટ્રેશન કરવું. Online Registration કરતી વખતે કોઈપણ પ્રકારની સમસ્યા જણાય કે ક્ષતિ થાય તો admission.info@baou.edu.in ઈ-મેઈલ ID પર Screen-Shot, Mobile No. User name અને Password સાથેનો ઈ-મેઈલ કરવો. થયેલ સમસ્યા જણાવવી જેથી તેનો ઉકેલ મળી શકે. Online Registrationની પ્રક્રિયા સરળ છે. જે સ્વયં કરવી. જરૂર લાગે તો ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અમદાવાદ ખાતે વિનામૂલ્યે Online Registrationની સહાય મળશે.
  • Step-01 : પ્રવેશ પરીક્ષા (Entrance Test)જે વિષયમાં આપવાની હોય, તે નક્કી કરી રાખો. Online Registration પર ક્લિક કરવું. જે પેજ ખુલે તેમાં સૂચના મુજબ નામ, જાતિ, અને વિષય (Method-1 જે વિષયની પ્રવેશ પરીક્ષા આપવાની હોય તે પ્રવેશ પરીક્ષા કેન્દ્ર)ની વિગતો ભરવી. આ વિગતો એકવાર સબમીટ કર્યા પછી બદલી શકાશે નહિ, તેથી ધ્યાનપૂર્વક લખી યુઝરનેઈમ અને પાસવર્ડ આપીને સબમીટ કરો. આપેલ મેનુમાં “Sign-in” પર ક્લિક કરી યુઝરનેઈમ અને પાસવર્ડ આપવો.
  • Step-02 : Sign-in કર્યા પછી Form Entry પર ક્લિક કરી દરેક વિગત કેપિટલ લેટર્સમાં ભરવી.
  • Step-03 : Upload Documents મેનુમાં જઈ નીચે મુજબમાં Documents Upload કરવા. ધ્યાનમાં રાખો કે Documents ની Size વધુ હશે, તો તેને Resize કરી પછી Upload કરવા
    • પાસપોર્ટ સાઇઝનો ફોટો
    • ઉમેદવારની સહી
    • શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
    • સ્નાતક ડિગ્રીની માર્કશીટ તથા પદવી પ્રમાણપત્ર બીડવા જરૂરી છે. (B.A./B.Com./B.Sc./B.E.) (સ્નાતક/અનુસ્નાતક કક્ષાએ લઘુત્તમ 50% ગુણ હોવા જરૂરી છે)
    • અનુસ્નાતક ડિગ્રીની માર્કશીટ તથા પદવી પ્રમાણપત્ર બીડવા જરૂરી છે. (M.A./M.Com./M.Sc./M.E.)
    • NCTE માન્ય શૈક્ષણિક સંસ્થામાંથી Face to Face Modeનાં અભ્યાસક્રમની માર્કશીટ તથા પદવી પ્રમાણપત્ર (PTC, D.Ed., D.El.Ed., C.P.Ed.,B.P.Ed. વગેરે)
    • કુલ અનુભવના પ્રમાણપત્રો (આજ સુધી નોકરી કરેલ દરેક શાળાના અનુભવના પ્રમાણપત્રો જોડવા ફરજિયાત છે)
    • હાલ નોકરીમાં કાર્યરત છો તેનું પ્રમાણપત્ર (તા.01/10/2022 પછીનું)
    • જાતિનું પ્રમાણપત્ર (EWS/SC/ST/SEBC ક્રિમીલીયર તા.31/03/2022 પછીની તારીખનું) પ્રવેશાર્થીએ SEBCનું ક્રિમીલેયર ત્રણ વર્ષની સમયમર્યાદાવાળું જોડેલું હોય તો તેવા પ્રવેશાર્થીએ પોતાની આવકનું ફોર્મ-16/પગાર સ્લીપ જોડવી આવશ્યક છે.
    • દિવ્યાંગ(વિકલાંગ) હોવા અંગેનું પ્રમાણપત્ર(PH) (જો લાગુ પડતું હોય તો 60% વિકલાંગતા અંગેનું સિવિલ સર્જનનું પ્રમાણપત્ર)
    • આધારકાર્ડની નકલ.
    • ઉમેદવારે ફોન નંબર અને E-Mail પોતાના જ આપવા.
  • Step-04 : ડોક્યુમેન્ટ અ૫લોડ કર્યા બાદ પ્રવેશાર્થીને સ્ક્રીન ૫ર પોતાના ભરેલ ફોર્મની વિગત જોવા મળશે. જો તેમાં સુધારો કે ક્ષતિ જણાય તો નીચે આપેલ ‘Edit Option’ ૫ર ક્લીક કરી સુધારો કરવાનો રહેશે તેમજ જો ક્ષતિ ન જણાય તો ‘Final Admission Submission’ ૫ર ક્લીક કરવાનું રહેશે. જે કરવાથી પ્રવેશાર્થીનું e-Admission Form PDFમાં જનરેટ થશે. જેને પ્રિન્ટ કરી પ્રવેશાર્થીએ ઉપર મુજબના ડોક્યુમેન્ટ અટેચ કરી યુનિવર્સિટી ખાતે આપેલ સમયમર્યાદામાં ફરજિયાત મોકલવાનું રહેશે.
  • Step-05 : પ્રિન્ટ કરેલ ફોર્મની સાથે ઉપર જણાવેલ તમામ ડોકયુમેન્ટસની (Self-attested) સ્વયં પ્રમાણિત કરેલ કોપીનું બીડાણ કરી ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, અમદાવાદ સ્વખર્ચે પ્રવેશ વિભાગમાં, આપેલ સમય મર્યાદામાં રૂબરૂ અથવા રજીસ્ટર્ડ પોસ્ટથી પહોંચે તે રીતે ફરજિયાત મોકલવું. અનુભવનું પ્રમાણપત્ર (સક્ષમ અધિકારીશ્રી/શાળાના કાર્યરત પ્રિન્સિપાલ અને શાળામા પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા હોય તો તેઓએ અનુભવના પ્રમાણપત્ર પર ઉપલા અધિકારીની કાઉન્ટર સહી સાથે) તેમજ જે ઉમેદવારોએ પોતાના સર્ટીફિકેટ અન્ય કચેરીએ જમા લીધેલ હોય તો તેવા ઉમેદવારે તે અંગેની પહોંચની પ્રમાણિત નકલ જોડવી. પાસ કરેલ, NCTE માન્ય અભ્યાસક્રમની માર્કશીટની નકલ તથા પદવી પ્રમાણપત્ર, ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટની માર્કશીટની નકલ, જાતિના પ્રમાણપત્રની નકલ, દિવ્યાંગ(PH 60% વિકલાંગતાનું) પ્રમાણપત્ર, LC, આધારકાર્ડ વગેરે સાથે બીડાણમાં મૂકવા. પ્રવેશ, પરીક્ષા અને અન્ય સૂચનાઓ માટે નિયમિત રીતે યુનિવર્સિટી વેબસાઈટ www.baou.edu.in જોવા વિનંતી.
Developed by Computer Department, BAOU