logo

Student Detail


ePIN Instructions


  • યુનિવર્સિટી દ્વારા ePIN ની વ્યવસ્થા ઉભી કરવામાં આવેલ છે. જેના દ્વારા વિદ્યાર્થી સેન્ટર/ યુનિવર્સિટીખાતે માહિતી પુસ્તિકા લઇ શકે તેમ નથી તે વિદ્યાર્થીએ પ્રવેશ ફોર્મ ભરવા માટે ePIN લઈને પ્રવેશ ફોર્મ ભરી શકાશે. ePINથી પ્રવેશ ફોર્મ ભરવા માંગતા વિદ્યાર્થીએ www.baou.edu.in ની વેબસાઈટ પરથી માહિતી પુસ્તિકા મેળવવાની રહેશે.


  • ePIN મેળવવા માટેના સ્ટેપ નીચે મુજબ છે.


  • ePIN ની લિંક પર ક્લિક કરી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.

  • રજીસ્ટ્રેશનમાં કોર્ષ પસંદ કરીને વિદ્યાર્થીએ પૂરું નામ, મોબાઇલ અને Email ID ની વિગત ભરવાની રહેશે.

  • રજીસ્ટ્રેશનમાં વિદ્યાર્થીએ વિગત ભર્યા બાદ Captcha Code (રજીસ્ટ્રેશન ફોર્મમાં નીચે આપેલ કોડ) ભરી ePINની ફી ભરવાની રહેશે.

  • ePINની ફી ભર્યા બાદ તેની પહોચ ડાઉનલોડ કરી પ્રવેશ ફોર્મ સાથે જોડવાની રહેશે.

  • ePINની ફી ભર્યા બાદ રજીસ્ટ્રેશનમાં વિદ્યાર્થીએ આપેલ મોબાઇલ નંબર અને Email ID પર વિદ્યાર્થીનો યુઝરનેઈમ અને પાસવર્ડનો મેસેજ આવી જશે.
    મેસેજમાં આવેલ યુઝરનેઈમ અને પાસવર્ડથી પ્રવેશ ફોર્મમાં રજીસ્ટ્રેશન કરી પ્રવેશ ફોર્મ ભરવાનું રહેશે.

  • બી.એડ્. પ્રવેશ-2019

    (ગુજરાતી માધ્યમ/ બે વર્ષનો દૂરવર્તી ઇન-સર્વિસ ટીચર્સ અભ્યાસક્રમ)

    NCTE દ્વારા માન્ય બેઠકો- 550 (પ્રવેશ-Online)

  • પ્રવેશ માટે યોગ્યતા :- NCTE દ્વારા માન્ય શૈક્ષણિક સંસ્થાના PTC, D.ED., D.EI.ED., C.P.ED., B.P.ED. વગેરે (સંસ્થાના NCTE કોડ નંબર સાથેનું પ્રમાણપત્ર જોડવું Face to Face Mode) ઔપચારીક અભ્યાસક્રમ પૂર્ણ કરેલ In-Service Teachers હોય તેવા (નોકરીમાં કાર્યરત શિક્ષકો) અરજી કરી શકશે અને ઉમેદવાર હાલ શિક્ષક તરીકે સરકાર માન્ય પ્રાથમિક, માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિક શાળામાં (બી.એડ્. અભ્યાસક્રમની પ્રવેશ પ્રક્રિયાના સમય સુધી) લઘુત્તમ બે વર્ષની પૂર્ણ સમયની સવેતન સેવાઓ આપતા હોવા જોઈએ તેમજ માન્ય યુનિવર્સિટીમાંથી સાયન્સ, કોમર્સ અને આર્ટ્સ વિદ્યાશાખામાં લઘુત્તમ 50% ગુણ અને ઈજનેરી/તકનીકી વિદ્યાશાખામાં મુખ્ય વિષય ગણિત, વિજ્ઞાન, વિષયમાં 55% ગુણ સાથે સ્નાતક/અનુસ્નાતક થયેલ હોવા જોઈએ. (SC/ST વિદ્યાર્થીઓને પ્રવેશ મેળવવા 5% ગુણની છૂટછાટ, આર્થિક રીતે નબળા વર્ગ (EWS-બિન અનામત-10 ટકા વધારાની સીટ) તેમજ પ્રવેશ પરીક્ષામાં ઓછામાં ઓછા 40% (150 માંથી 60) ગુણ મેળવનાર ઉમેદવાર જ મેરીટ અનુસાર પ્રવેશપાત્ર બનશે.

    બી.એડ્. (સ્પેશ્યલ એજ્યુકેશન) પ્રવેશ-2019

    ભારતીય પુનર્વાસ પરિષદ (RCI) દ્વારા માન્યતા પ્રાપ્ત

  • સ્પેશ્યલ એજ્યુકેશન: માનસિકક્ષતિ, દ્રષ્ટિક્ષતિ અને શ્રવણક્ષતિ ધરાવતા વિદ્યાર્થીઓના શિક્ષક બનવા માટેનો શિક્ષણનો અભ્યાસક્રમ. પ્રવેશ યોગ્યતા: કોઈપણ માન્ય વિશ્વવિદ્યાલય માંથી 50% સાથે પ્રાપ્ત કરેલી સ્નાતકની અથવા અનુસ્નાતક ડિગ્રી. SC/ST જાતિના વિદ્યાર્થીઓ માટે 5%ની છૂટછાટ. અભ્યાસક્રમના કુલ સત્રો : 5 (અઢી વર્ષ) પ્રવેશ પદ્ધતિ: પ્રવેશ માટે ઉમેદવારે 100 ગુણની પરીક્ષા આપવી ફરજિયાત છે. પ્રવેશ પરીક્ષાના ગુણ ઉપરાંત નીચે દર્શાવેલ વિશેષ ગુણભારને ધ્યાનમાં લઇ મેરીટ નક્કી કરવામાં આવશે.
    (i) દિવ્યાંગ બાળકના માતા-પિતા-10 માર્કસ
    (ii) દિવ્યાંગ વ્યક્તિ-10 માર્કસ
    (iii) RCI માન્ય કોઈ એક લાયકાત ધરાવનાર-10 માર્કસ
    અભ્યાસક્રમની કુલ ફી: 30,000/- માધ્યમ : ગુજરાતી

Registration

logo



E-PIN Generate










Re-Generate and Print e-PIN